Search
Close this search box.

બોલ માડી અંબે! અગિયારસે અંબાજીમાં ભક્તોનું કીડિયારું

શક્તિ, ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત શક્તિપીઠ અંબાજી. આ યાત્રાધામ ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. હાલમાં દિવાળીના ઉત્સવ પર્વ ચાલી રહ્યાં છે, ત્યારે શક્તિપીઠ અંબાજી મંદિરમાં માતાના ભક્તોનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે. આજે દેવઉઠી અગિયારસ છે અને આજની જ લગ્નની સીઝન શરુ થઇ રહી છે. ત્યારે માંઇ ભક્તો ધજા અને હવન પૂજન કરાવી રહ્યાં છે. આજે સુરત વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ માતાજીના દર્શન કર્યા હતા. મંદીરની યજ્ઞ શાળામાં હોમ હવન કરીને રાજ્યની સુખાકારી માટે આહુતિ આપી માતાજીના મંદિરના શિખરે ધજા ચડાવીને પ્રાર્થના કરી હતી.

Source link

Crime tahalka
Author: Crime tahalka

Leave a Comment