લોકસભા 2024ની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી ફરી એક્ટિવ થઈ ગયા છે. તેમણે લોકસભાની ચૂંટણીમાં સક્રિય થવાની ઈચ્છા વ્યક્ત કરી છે. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને હાલ પંજાબના પ્રભારી વિજય રુપાણીએ અંબાજીની મુલાકાત લીધી. વિજય રુપાણી પરિવાર સાથે માઁ અંબાના દર્શને પહોંચ્યા હતા. વહેલી સવારે પરિવાર સાથે માતાજીના આશીર્વાદ લઈને આરતીનો પણ લાભ લીધો અને મંદિરના શિખર પર ધવ્જા પણ ચઢાવી હતી. વિજય રુપાણીએ PM મોદી જ ત્રીજી વખત PM બને તે અંગેની પ્રાર્થના કરી છે. આ દરમિયાન પોતાની ઈચ્છા વ્યક્ત કરતા કહ્યું કે, લોકસભાની ચૂંટણીની જવાબદારી મળે તો ગુજરાતમાં કામ કરીશ. સૌરાષ્ટ્રમાં જવાબદારી નિભાવવા ઈચ્છા વ્યક્ત કરી છે.
Source link